Gujarat News Politician of Gujarat

News in Gujarati for Leaked Paper of GSSSB Head Clerk 2021 : AAP Leader

News in Gujarati for Leaked Paper of GSSSB Head Clerk 2021 AAP Leader

હેડક્લાર્કનું પેપર પણ લીક? યુવરાજસિંહે મીડિયા સમક્ષ આવીને કર્યા ચોંકાવનારા ખુલાસા

હેડ કલાર્કની પરીક્ષામાં પેપર લીક થયાનો આરોપ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે લગાવ્યો છે. ત્યારે પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે. તો આ તરફ પ્રાંતિજના ઉંછા ગામના ફાર્મ હાઉસમાંથી પેપર લીક થયાનો આરોપ લગાવાયો હતો. પોલીસે ફાર્મ હાઉસના માલિકની પૂછપરછ કરી હતી. અને સીસીટીવી કેમેરા કબ્જે કર્યા હતા.

બિનસચિવાલય પરીક્ષાના પેપર લીક થયા બાદ સરકાર અને ખાસ કરીને ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા દંભ ભરવામાં આવી રહ્યો હતો કે, અમે પેપર ફુલપ્રુફ બનાવી રહ્યા છીએ. કોઇ પણ પ્રકારે પેપર લીક ન થાય તેની અમે તકેદારી રાખી રહ્યા છીએ. જો કે ગૌણસેવા પસંદગી મંડળને જ પેપર લીક કરાવવામાં રસ હોય તેમ પરીક્ષાના એક દિવસ પહેલા જ રાજકોટ ખાતે પેપરો મોકલી આપવામાં આવ્યા હતા. સ્ટ્રોંગરૂમમાં પેપર હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. 

News in Gujarati for Leaked Paper of GSSSB Head Clerk 2021 : AAP

બિનસચિવાલય પરીક્ષાના પેપર લીક થયા બાદ સરકાર અને ખાસ કરીને ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા દંભ ભરવામાં આવી રહ્યો હતો કે, અમે પેપર ફુલપ્રુફ બનાવી રહ્યા છીએ. કોઇ પણ પ્રકારે પેપર લીક ન થાય તેની અમે તકેદારી રાખી રહ્યા છીએ. જો કે ગૌણસેવા પસંદગી મંડળને જ પેપર લીક કરાવવામાં રસ હોય તેમ પરીક્ષાના એક દિવસ પહેલા જ રાજકોટ ખાતે પેપરો મોકલી આપવામાં આવ્યા હતા. સ્ટ્રોંગરૂમમાં પેપર હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.

Head Clerk-gujarat-paper-leak

જો કે હવે આપ અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પેપરલીક થયું હોવાનો દાવો કર્યો છે. યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો કે, અમે ગૌણસેવા પસંદગીમંડળનું ધ્યાન દોર્યું પરંતુ તેઓએ જવાબ નહી આપતા હવે અમે મીડિયા સમક્ષ આવી રહ્યા છીએ.

Screenshot_gsssb head clerk

હેડક્લાર્કની 186 પદ માટે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે 2 લાખથી વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જે પૈકી ડોઢ લાખથી પણ વધારે ઉમેદવારોએ પરીક્ષા પણ આપી હતી. 

જો કે યુવરાજસિંહના દાવા અનુસાર પેપર લીક થયું હોવાનાં પુરાવા પણ તેમની પાસે છે. સાબરકાંઠાના હિંમતનગર ખાતે આવેલા એક ખાનગી ફાર્મ હાઉસમાં પેપર લીક થયું હતું. 16 વિધાર્થીઓ અને 1 નિરીક્ષક હિંમતનગરના ફાર્મ હાઉસમાં હતા. ત્યાં સમગ્ર ડીલ થઇ હતી. ભાવનગર, પ્રાંતિજ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં પરીક્ષા પહેલા પેપર પહોંચ્યું હતું. પેપર શરૂ થવાનું હતું તેની 10 મિનિટ પહેલા જ પેપર વહેતું થઇ ગયું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પેપર 10થી 12 લાખ રૂપિયામાં વેચાયું હોવાનો પણ દાવો કર્યો હતો. જ્યારે અન્ય કેટલાક સ્થળે 7થી 8 લાખ રૂપિયામાં પેપર વેચાયું હોવાનો દાવો કર્યો હતો. આ તમામ વસ્તુઓ માટે પુરાવા હોવાનો પણ યુવરાજસિંહ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. 

Screen Shot Social Media NEws Head CLerk

આ ઉપરાંત યુવરાજસિંહે દાવો કર્યો કે, અમને જ્યારે પેપર લિક થયું હોવાની માહિતી મળી તત્કાલ જ અમે ગૌણસેવા પસંદગી મંડળને ટેલિફોનિક જાણ કરી હતી. જો કે તેમણે ગૌણસેવા પસંદગીમંડળે ન તો કોઇ કાર્યવાહી કરી હતી ઉપરાંત ઉડાઉ જવાબ આપ્યા હતા. જેના કારણે હવે અમે મીડિયા સમક્ષ આવી રહ્યા છીએ.

Screenshot_head clerk meme

સરકાર આ પરીક્ષા રદ્દ કરે અને જવાબદારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરીને પરીક્ષાર્થીઓને ન્યાય અપાવે તેવી માંગ કરી હતી. આ ઉપરાંત આ પેપરલીક કરવામાં એક કોન્સ્ટેબલ પણ જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. 

About the author

Mentor of Banaskantha

I am Chetan Darji, Professional Blogger from Gujarat India. I Love Blogging and Learn New things in Day by Day. I Teach SEO, Blogging, Computer and Programming Language PHP.

Leave a Comment